વિજાપુર: ખેડૂતોના હિતમાં એપીએમસી વિજાપુરનો મહત્વપૂર્ણ નિર્ણય કિસાન સંઘ દ્વારા નિર્ણયનું સ્વાગત કરાયું
વિજાપુર એપીએમસીના ચેરમેન  અને ૧૭ ડિરેક્ટર્સ દ્વારા ખેડૂતોના હિતમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયનું કિસાન સંઘ દ્વારા હર્ષભેર આજરોજ ગુરુવારે બપોરે બે કલાકે સ્વાગત કરવામાં આવ્યું હતુ.વજનમાં કોઈપણ પ્રકારની કપાત નહીં કરવામાં આવે.તે ઉપરાંત હરાજીમાં નક્કી થયેલા ભાવ મુજબ થતી કિંમતનું સંપૂર્ણ બિલ ખેડૂતને આપવાનું રહેશે. વે-બ્રિજ પર થયેલા ચોખ્ખા વજનમાં કોઈ પણ પ્રકારની “વે-બ્રિજ ફરક”, “વધારાનું વજન” રજના નામે કપાત કરવામાં નહીં આવેતે નિર્ણય ને વધાવ્યો હતો.