ભરૂચની સદ વિદ્યા મંડળ સંચાલિત એમ.કે.કોલેજ દ્વારા હેલ્થ ઈઝ વેલ્થ અને વિદ્યાર્થીઓના શારીરીક તેમજ માનસીક વિકાસના સંકલ્પ સાથે આજેથી ત્રી-દિવસીય સ્પોર્ટ્સ ડેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં ડાયરેક્ટર જીવરાજ એમ. પટેલ અને ઈનચાર્જ પ્રિન્સીપાલ ડૉ.જાગીન પટેલ અને કોલેજના તમામ સ્ટાફ દ્વારા આ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરાયું હતું.આ સ્પોર્ટ્સ ડેમાં વોલી બોલ, ક્રિકેટ,કબ્બડી, બેડ મિન્ટન, ખો-ખો, ચેસ, રસ્સા ખેંચ, ફુટબોલ સહિતની રમતમાં સ્પર્ધકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો.