ગોધરા: ચાંચેલવ પાસે બાઈક સ્લિપ થતા અકસ્માત: ભામૈયા પૂર્વના યુવાનને મોઢાના ભાગે ગંભીર ઈજા, સિવિલ હોસ્પિટલ ખસેડાયા
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં માર્ગ અકસ્માતની એક ઘટના સામે આવી છે. ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ ગામે રહેતા ગણપતભાઈ પટેલ આજે પોતાની બાઈક લઈને કોઈ કામ અર્થે ગોધરા શહેર તરફ આવી રહ્યા હતા. દરમિયાન, ગોધરા નજીક આવેલા ચાંચેલવ પાસે અચાનક તેમનું બાઈક સ્લિપ થઈ ગયું હતું. બાઈક પરથી કાબૂ ગુમાવતા ગણપતભાઈ રોડ પર પટકાયા હતા, જેમાં તેમને મોઢાના ભાગે ગંભીર રીતે તેમજ શરીરના અન્ય ભાગોએ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી