મોડાસા: સબલપુર ગ્રામ પંચાયતને પાલિકામાં સમાવવાના વટ હુકમ સામે ગ્રામજનોના વિરોધને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
મોડાસા તાલુકાના સબલપુર ગ્રામ પંચાયતને મોડાસા નગરપાલિકામાં સમાવવાના સરકારના વટ હુકમ સામે,સબલપુર ગ્રામ પંચાયત ખાતે 22 ગામના ગ્રામજનો ની આજરોજ સોમવાર બપોરે 12 કલાકે ગ્રામસભા યોજાવવાને લઈ,મોડાસા ટાઉન પોલીસનો પીઆઇ સહિત પોલીસનો ગ્રામસભા સ્થળે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.