વિજાપુર: વિજાપુર માં કમોસમી વરસાદ કપાસ મગફળી ના પાકમાં નુકશાન ની ભીતિ 20 એમ એમ વરસાદ નોંધાયો
વિજાપુર તાલુકામાં આજરોજ સોમવારે સવારે 6 કલાકે એકાએક વાતાવરણમાં અચાનક પલટો આવતાં સાંજ 4 કલાક સુધી ઝરમર વરસાદ 20 એમ એમ જેટલો નોંધાયો હતો. મળતી માહિતી મુજબ, તાલુકામાં આ અણધાર્યા વરસાદના કારણે ખેતરોમાં ઊભેલા તૈયાર પાકોને મગફળી કપાસ જેવા પાકો માં ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના લીધે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે