ગોધરા: ગોધરા બસ સ્ટેશન પર અજાણી મહિલા બેભાન હાલતમાં મળી આવ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ
ગોધરા બસ સ્ટેશન પર ૩ મેની રાત્રે આશરે ૫૦ વર્ષની અજાણી મહિલા બેભાન હાલતમાં મળી આવી હતી. તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા જનરલ હોસ્પિટલમાં ખસેડી બાદ વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. ત્યાં ૪ મેની સવારે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવ અંગે માહિતી મળતા ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.