ભાવનગર શહેર: ભાજપ દ્વારા મોતીબાગ ટાઉનહોલ ખાતેથી કેન્દ્રીય રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં જન સમર્થન યાત્રા યોજવામાં આવી
Bhavnagar City, Bhavnagar | Apr 24, 2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા જન સમર્થન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતેથી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાયેલા જન સમર્થન પદયાત્રામાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણિયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.