ગોધરા: પંચમહાલ એલ.સી.બી.નો સપાટો: કાલોલ અને વડોદરામાંથી ચોરાયેલી 3 બાઈક સાથે એક શખ્સ ઝડપાયો
પંચમહાલ એલ.સી.બી.નો સપાટો: કાલોલ અને વડોદરામાંથી ચોરાયેલી 3 બાઈક સાથે એક શખ્સ ઝડપાયો,પંચમહાલ જિલ્લામાં બનતા મિલકત વિરુદ્ધના ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવાની સૂચનાના પગલે L.C.B. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ગોધરા ની ટીમે મોટી સફળતા મેળવી છે. કાલોલ તાલુકાના બોરુ ગામે કેનાલ પાસેથી ચોરીની ત્રણ મોટરસાયકલ સાથે એક રીઢા તસ્કર રજનીકાંત પારેખ ને ઝડપી પાડવામાં આવ્યો છે