ગોધરા: મોરા ગામે ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે ₹30 લાખના ખર્ચે નિર્માણ થનાર આધુનિક લાઈબ્રેરીનું ખાતમહૂરત
ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર સતત પ્રયત્નશીલ છે, ત્યારે આજે મોરા ગામે જ્ઞાનના નવા દ્વાર ખુલવા જઈ રહ્યા છે. વિસ્તારના ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે મોરા ગામે નવીન લાઈબ્રેરીનું વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.આ લાઈબ્રેરીનું નિર્માણ અંદાજિત ₹30 લાખ ના ખર્ચે કરવામાં આવશે. આધુનિક સગવડોથી સજ્જ આ લાઈબ્રેરી ગામના વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.