ગોધરા: ગોધરાની ગદુકપુર ચોકડી પાસે પુરઝડપે આવતા છકડાએ બાઈકને ટક્કર મારી, અકસ્માત સર્જી ચાલક ફરાર
ગોધરા તાલુકાના ગદુકપુર ચોકડી નજીક હાઇવે પર ૧૪ મેના રોજ સાંજે અકસ્માત સર્જાયો હતો. નારણભાઈ નાયકા બાઈક પર જતા હતા ત્યારે અજાણ્યા છકડા ચાલકે પૂરઝડપે આવી પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં નારણભાઈને પગે ઈજા થઈ, જ્યારે અનિતાબેન અને તમન્નાબેનને માથા તથા શરીરના ભાગોમાં ઇજાઓ પહોંચી. અકસ્માત બાદ છકડા ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.