લીંબડી રામકૃષ્ણનગર માં રહેતા હરદિપસિંહ વિક્રમસિંહ ચુડાસમા એ લીંબડી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ લીંબડી હાઇવે પર હોટલમાં કેબીન ચલાવે છે ત્યાં અવારનવાર આવતા વિશાલ ભરતભાઈ પંચોલી રહે. તાલાલા વાળા એ હરદિપસિંહને તેમના ઘરે સસ્તા ભાવે સોલાર સિસ્ટમ ગોઠવી આપવાની લાલચ આપી કટકે કટકે રૂ.92650 ટ્રાન્સફર કરાવી લીધા બાદ અનેક વખત આ સોલર સિસ્ટમ લગાડવા ફોન કરીએ છીએ તો ફોન લાગતો નથી અને વિશાલ પંચોલી નો કોઈ જ પત્તો ન લાગતા ફરિયાદ નોંધાવી હતી