કાલોલ: પોલીસ સ્ટેશન ખાતે ફરજ પરના પોલીસ જવાનાએ ધૂળેટી
પર્વની અનોખી રીતે ઉજવણી કરી
કાલોલ પોલીસ સ્ટેશન ખાતે હાજર સ્ટાફે એકબીજાને વિવિધ રંગબેરંગી કલરો લગાવી એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી.પોલીસ સ્ટાફ મોટે ભાગે દરેક તહેવાર ઉપર ફરજ ઉપર જ હોય છે. આમ નાગરિક નિર્ભય રીતે તહેવાર ઉજવી શકે છે તે માટે પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ દરેક તહેવાર ઉપર ફરજ ઉપર હાજર રહી કરતાં હોય છે.મોટેભાગે પોલીસ જવાનો દરેક તહેવારોમાં પરિવારથી દૂર રહીને ફરજ બજાવે છે તેમ છતાં આવી પરિસ્થિતિમાં પણ તેમનો ઉત્સાહ બમણો જોવા મળતો હોય છે.