વડગામ: મુક્તેશ્વર ડેમમાંથી સરસ્વતી નદીમાં 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું નદીમાં અવરજ્વર ણ કરવા અપીલ કરાઈ
વડગામના મુક્તેશ્વર ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નવા નીર આવ્યા છે. હાલમાં ડેમની સપાટી 658.66 ફૂટે પહોંચી છે, ડેમનું મહત્તમ લેવલ 661.58 ફૂટ છે.શનિવારે ડેમમાં 210 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી.પાણીની આવક વધતા શનિવારે રાત્રે 8 વાગ્યે ડેમમાંથી સરસ્વતી નદીમાં 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.બીજીતરફ વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે લોકોને નદીના પટમાં અવરજવર ણ કરવા અપીલ કરી છે