નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આસપાસના ગ્રામ્ય વિસ્તારો નડિયાદમાં જોડાતા તળાવોની સંખ્યા 15 જેટલી થઈ છે.હાલમાં તે પૈકીના ડુમરાલ, કમળા અને પીપલગ માં આવેલ તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવશે તળાવો ડેવલોપ કરવામાં આવશે.આશરે 21 કરોડના ખર્ચે આ ત્રણે તળાવોને મહાનગરપાલિકા ડેવલોપ કરવામાં આવશે .મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર રૂદ્રેશ હુદળે જણાવ્યું હતું કે આ તળાવને ડેવલોપમેન્ટ માટે વર્ક ઓર્ડર પણ આપવામાં આવી ગયેલ છે