ગોધરા: ગોધરા તાલુકાના પઢીયાર ગામે રોડ રસ્તા સહિત પ્રાથમિક સુવિધાઓના અભાવે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો
ગોધરા તાલુકાના પઢીયાર ગામે રોડ રસ્તા સહિત પ્રાથમિક સુવિધાઓના અભાવે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો પંચાયતની નબળી કામગીરી સામે રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓએ ગ્રામસભામાં પહોંચીને ભારે હોબાળો મચાવ્યો હતો. ૧૬મા નાણાંપંચના કામોના ઠરાવો પસાર કરવા માટે આયોજિત ગ્રામસભામાં મહિલાઓએ રસ્તાની બિસ્માર હાલત મુદ્દે સરપંચ અને પંચાયતના સભ્યો નો ઉધડો લીધો હતો.ગોધરાના પઢીયાર ગામના મગજીના મુવાળા અને કરણના મુવાડા વિસ્તારમાં રહેતા લોકો જ્યારથી વસવાટ કરે છે, ત્યારથી આજ