મોરવા હડફ પોલીસની નિત્યક્રમ મુજબ તા.1 માર્ચ રવિવારના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમણે બાતમી મળી હતી કે વાસદેલીયા ગામે રહેતો વનરાજ ઠાકોર તેના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા વિદેશી દારૂની બિયરની બોટલો 278 નંગ જેની કિંમત 36,664 રૂ.નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જોકે રેડ દરમ્યાન વનરાજ ઠાકોર ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે