ગોધરા: હાંસાપુરા ગામે માં આશાપુરા ગ્રુપ રાજપૂત સમાજ દ્વારા આયોજિત ૧૦માં સમૂહ લગ્નોત્સવમાં સાંસદ રાજપાલસિંહ જાદવની પ્રેરક ઉપસ્થિ
હાંસાપુરા ગામે આજે ક્ષત્રિય રાજપૂત સમાજમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. નિમિત્ત હતું માં આશાપુરા ગ્રુપ રાજપૂત સમાજદ્વારા આયોજિત ૧૦માં ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવનું.આ માંગલિક પ્રસંગે પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદએ પવિત્ર અગ્નિની સાક્ષીએ પ્રભુતામાં પગલાં માંડી રહેલા તમામ નવયુગલોની મુલાકાત લીધી હતી અને તેમને પુષ્પગુચ્છ આપી આશીર્વાદ પાઠવ્યા હતા.