ગોધરા: શહેરના બામરોલી રોડ પર આવેલ શારદા મંદિર સ્કૂલ ખાતે મતદાનની પૂર્વ સંધ્યાએ આગ લાગવાની ઘટના બની હતી.
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે બામરોલી રોડ પર આવેલી શારદા મંદિર સ્કૂલમાં મતદાન પૂર્વસંધ્યાએ આગ લાગવાની ઘટના બની. આગ લાગતા અફરાતફરી મચી, પરંતુ ચૂંટણી સ્ટાફે સમયસર ઈવીએમ મશીનો સુરક્ષિત સ્થળે ખસેડી મોટી દુર્ઘટના ટાળી. માહિતી મળતા ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. પ્રાથમિક તપાસ મુજબ એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને ઘટના અંગે વધુ તપાસ ચાલુ છે.