ગોધરા: શામળાજી કોલેજ ખાતે શહીદ દિવસ નિમિત્તે ABVP દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન; ૧૦૦થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન
ગોધરા શહેરના દાહોદ રોડ પર આવેલી શ્રી શામળાજી હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે આજે દેશભક્તિ અને સેવાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ૨૩ માર્ચ એટલે કે 'શહીદ દિવસ' ના પાવન અવસરે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ગોધરા નગર દ્વારા એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત શહેરના બે અલગ-અલગ કેમ્પસમાં રક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં યુવાશક્તિનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સહિત ૧૦૦થી