અહમદાબાદમાં જગન્નાથજીની પરંપરાગત જળયાત્રા પૂર્વે સાબરમતી નદીમાં નર્મદાના નવા નીરનું આગમન થયું છે. વાસણા બેરેજની મરામત અને સ્વચ્છતા અભિયાન માટે એપ્રિલમાં ખાલી કરાયેલી નદીમાં ૧૦ હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાતાં તે ફરી છલકાઈ છે. હવે ભક્તિભાવપૂર્વક યોજાનારી જળયાત્રા સાબરમતી નદીના પવિત્ર આરેથી જ પરંપરાગત રીતે સંપન્ન થશે.