ગોધરા: ગોધરામાં દહેજ અને ત્રિપલ તલાક મામલે પતિ વિરુદ્ધ ગોધરા મહિલા પોલીસમથકે ગુનો દાખલ.
ગોધરામાં પરિણીતાને દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપવાના તેમજ ગેરકાયદેસર રીતે એકસાથે ત્રિપલ તલાક આપવાના મામલે પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. વર્ષ 2007માં લગ્ન થયેલી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી પતિ ખોટા શંકા-વહેમ રાખી ઝઘડા કરતો હતો અને ત્રણ લાખ રૂપિયાની દહેજ માંગતો હતો. માંગણી પૂરી ન થતાં મારઝૂડ અને ગાળો આપી ત્રાસ આપવામાં આવતો હતો. અંતે પતિએ એકસાથે ત્રણ તલાક આપતાં મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.