જોટાણા: તેજપુરા ગામ પાસેની નર્મદા કેનાલમાંથી કોહવાઈ ગયેલ પુરુષનો મૃતદેહ મળી આવ્યો,વાલી વારસોને સાંથલ પોલીસ નો સંપર્ક કરવા સૂચના
ગઈ તારીખે 12 ઓક્ટોબરના રોજ બપોર 3:30 કલાકે જોટાણા તાલુકાના તેજપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ માંથી એક અજાણ્યા પુરુષનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર વ્યાપી જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતા સાંથલ પોલીસને થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહના વાલી વારસો મળી ના આવતા પોલીસે વાલી વારસો ની શોધખોળ હાથ ધરી હતી.સાંથલ પોલીસે વાલી વારસોને સાંથલ પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું.