લીંબડી શહેરમા ધોરણ 10 અને 12 ની પરિક્ષાઓ ના પ્રથમ દિવસે શહેરના નિલકંઠ વિદ્યાલય, સરસ્વતી વિદ્યાલય, સરજે હાઇસ્કૂલ, બીએ કન્યા વિદ્યાલય સહિત તમામ પરિક્ષા કેન્દ્રો પર પરિક્ષાર્થીઓનું કુમ કુમ તિલક કરી મોઢુ મિઠુ કરાવી સ્વાગત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. નિલકંઠ વિદ્યાલય ખાતે ડીવાયએસપી વી એમ રબારી સાહેબે પરિક્ષાર્થીઓ ને વિસ્તૃત માહિતી આપી હતી.