કલ્યાણપુર: જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એક દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન સંપન્ન.
દેવભૂમિ દ્વારકા જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકો માટે હર હંમેશ વિવિધ રચનાત્મક, સામાજિક કાર્યો થતા હોય છે.એ અનુસંધાને ભાટીયા મુકામે એક દિવસીય શિક્ષક પરિવાર માટે નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં શિક્ષક પરિવાર તથા કર્મચારીઓ, અધિકારીઓ, પદાધિકારીશ્રીઓ, આમંત્રિત મહેમાનોએ હાજર રહીને માં આદ્યશક્તિની આરતી અને રાસ ગરબાનો લ્હાવો માણ્યો.