ગોધરા: પહેલા મતદાન, પછી કન્યાદાન: ગોધરામાં લગ્ન મંડપ છોડી વરરાજા પહોંચ્યા મતદાન મથકે.
પહેલા મતદાન, પછી કન્યાદાન: ગોધરામાં લગ્ન મંડપ છોડી વરરાજા પહોંચ્યા મતદાન મથકે,લોકશાહીના સૌથી મોટા પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, ત્યારે પંચમહાલના ગોધરામાંથી એક અદભૂત અને પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે લગ્નના દિવસે વરરાજા મંડપ અને જાનની તૈયારીમાં વ્યસ્ત હોય છે, પરંતુ ગોધરાના એક જાગૃત યુવાને સાબિત કરી દીધું છે કે અંગત પ્રસંગ કરતા દેશહિત અને લોકશાહીની ફરજ ઉપર છે.