ખંભાત શહેરના કોલેજ રોડ પર આવેલ ધી કેમ્બે મેડિકલ રિલીફ સોસાયટી સંચાલિત જનરલ હોસ્પિટલ ખાતે સ્વ. હૃદયવિણાબેન નવીનચંદ્ર કાપડિયા (બ્યુટીકવાળા) ના સહયોગથી 7 દિવસીય ભવ્ય 'સર્વરોગ ચિકિત્સા નિદાન ઓપ્થેલ્મિક અને સર્જીકલ કેમ્પ'નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.દરમિયાન યોજાયેલ આ નિ:શુલ્ક કેમ્પમાં મોટી સંખ્યામાં નગરજનો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો.જેમાં જુદા જુદા વિભાગમાં 13742 જેટલા દર્દીઓએ લીધો લાભ હતો.