ગોધરા: ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકના રાયોટિંગના ગુનામાં નાસતો ફરતો આરોપી ગુહ્યા મહોલ્લા વિસ્તારમાંથી ઝડપાયો.
પંચમહાલ પોલીસના માર્ગદર્શન હેઠળ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસની ડિસ્ટાફ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ASI અરવિંદભાઇ અને મુકેશસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે, રાયોટિંગના ગુનામાં નાસતો-ફરતો આરોપી લીયાકત ઉર્ફે ગુલાબ હુસેન બોકડા ગોહયા મહોલ્લામાં હાજર છે.મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી, વિસ્તારને કોર્ડન કરીને આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.