મહુવા: તરેડ ગ્રામ પંચાયતની બેદરકારીનો ભોગ બન્યો યુવાન
ભાવનગર જિલ્લાના તરેડ ગામમાં ગ્રામ પંચાયતની કથિત બેદરકારીને કારણે એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ગ્રામ પંચાયત દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખી વરસાદી પાણીના નિકાલ માટે ગટરની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, કામગીરી પૂર્ણ થયા બાદ ગટરને યોગ્ય રીતે ઢાંકવામાં આવી નહોતી કે સ્થળ પર કોઈ ચેતવણી બોર્ડ અથવા સુરક્ષાના બેરિકેડ પણ મૂકવામાં આવ્યા નહોતા. આ દરમિયાન રાત્રિના સમયે એક યુવાન અજાણતાં ખુલ્લી ગટરમાં ખાબક્યો હત