ગોધરા: પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસે ભુરાવાવ વિસ્તારમાંથી પ્રોહીબીશન કેસનો ફરાર આરોપી ઝડપી પાડ્યો હતો.
પંચમહાલ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે. આ અંતર્ગત ગોધરા તાલુકા પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પેરોલ ફર્લો સ્કવોર્ડને મળેલી બાતમીના આધારે પ્રોહીબીશન એક્ટ હેઠળ વોન્ટેડ આરોપી રમેશભાઈ બચુભાઈ સુથાર ભુરાવાવ ચોકડી વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ત્યાંથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને આગળની કાનૂની કાર્યવાહી માટે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છ