મહેસાણા: મહેસાણાના નવા કલેક્ટર તરીકે ડો. હર્ષિત પૃથ્વીરાજ ગોસાવીની નિમણૂક
મહેસાણાના કલેકટર એસ.કે. પ્રજાપતિની બદલી કરીને તેમને ગાંધીનગર ખાતે એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર બનાવવામાં આવ્યા છે, જ્યારે તેમના સ્થાને ડો. હર્ષિત પૃથ્વીરાજ ગોસાવી નવા કલેક્ટર તરીકે નિમાયા છે.