આજે સાંજે 6:30 વાગ્યાની આસપાસ શહેરના રાજકોટ અમદાવાદ હાઈવે નજીક આવેલ કુવાડવા પાસે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે અવારનવાર સર્જાતી ટ્રાફિક સમસ્યા મામલે ટ્રાફિક પોલીસ દ્વારા આ મામલે સત્વરે પગલાં લેવામાં આવે અને ટ્રાફિક સમસ્યા હળવી કરાવવામાં આવે તેવી માંગણી વાહન ચાલકો દ્વારા કરવામાં આવી હતી.