મોડાસા: દેવરાજધામ મંદિરે આસો સુદ બીજ નિમીતે ભક્તો ભગવાન રામદેવજી મહારાજ ના દર્શને ઉમટ્યા
અરવલ્લી જિલ્લાના અને મોડાસા નજીક આવેલા પ્રસિધ્ધ યાત્રાધામ દેવરાજધામ મંદિર ખાતે મંગળવારના રોજ આસો સુદ બીજ નિમીતે ભક્તો ભગવાન રામદેવજી મહારાજ ના દર્શને ઉમટ્યા હતા.ભક્તોએ ભગવાન રામદેવજીના,સંતશ્રી દેવાયત પંડિતજીની જીવંત સમાધિ અને મંદિરના ગાદીપતિ મહંતશ્રી ધનેશ્વરગીરી બાપુના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.