ગોધરા: રાવળવાસ વિસ્તારમાં એક જ સમાજના બે પરિવારો વચ્ચે મારામારી થવાની ઘટના બની હતી, બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી
ગોધરાના બામરોલી રોડ નજીક રાવળવાસ વિસ્તારમાં એક જ સમાજના બે પરિવારો વચ્ચે મારામારી અને વિવાદ થયો હતો. કલ્પેશ રાવળે સાગર અને ચિરાગ રાવળ પર કેમેરા તોડવા, અપશબ્દો બોલવા અને ધમકી આપવાનો આરોપ મૂક્યો છે. બીજી તરફ ગાયત્રીબેન રાવળે કલ્પેશ પર અપશબ્દો બોલવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. બંને પક્ષે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે સામસામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે.