લીંબડી: લીંબડી હાઇવે પર કટારીયા ટોલ ગેટ પાસે ઈંગ્લિશ દારૂના મોટો જથ્થો સૌરાષ્ટ્ર માં ઘુસતો ઝડપાયો ટ્રક ચાલક ની અટકાયત કરાઇ
લીંબડી નેશનલ હાઈવે પર કટારીયા ગામ નજીક ટોલગેટ પાસે પેટ્રોલીંગ દરમિયાન એલસીબી ટીમે શંકાસ્પદ જણાતા ટ્રેલર મા તલાશી લેતાં કપડાં ની ગાંસડી નીચે છુપાવી લઇ જવાતો વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયર નો મોટો જથ્થો મળી આવતા એલસીબી ટીમે ટ્રક ચાલક ટીકુરામ લાધુરામ જાણી જાટ રહે. રાજસ્થાન વાળા ની અટક કરી પ્રોહી. મુદામાલ કિંમત રૂ. 74,82,720 તથા કપડાની ગાંસડીઓ અને વાહન એમ કુલ મળી કિંમત રૂ 89,97,220 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.