ગોધરા: ગોધરામાં આગામી તહેવારોને લઈ પોલીસ પ્રશાસન એક્શન મોડમાં: બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
ગોધરામાં આગામી તહેવારોને લઈ પોલીસ પ્રશાસન એક્શન મોડમાં: બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.આગામી સમયમાં આવી રહેલા ધાર્મિક તહેવારો, ખાસ કરીને મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર બકરી ઈદ' (ઈદ-ઉલ-અઝહા) શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાના 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ વચ્ચે એક શાંતિ સમિતિ ની બેઠક