લીંબડી: લીંબડી પંથકમાં પશુઓમાં ફરી શંકાસ્પદ લંપી વાયરસ રોગચાળો દેખાતા પશુપાલકોમાં ફફડાટ પશુઆરોગ્ય તંત્ર નિષ્ક્રિય હોવાના આક્ષેપો
ઝાલાવાડ પંથકમાં થોડા દિવસ થી લોકો બેવડી ઋતુ નો અનુભવ કરી રહ્યા છે. વાયરલ ઇન્ફેક્શન વચ્ચે પશુઓમાં પણ ફરી લંપી વાયરસ ના શંકાસ્પદ ચિન્હો જણાતા પશુ પાલકોમાં ફફડાટ ફેલાયો છે. રાષ્ટ્રીય નિર્માણ પાર્ટીના નેતા નિલેશ ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લીંબડી શહેરમા પશુ સારવાર માટે પશુ આરોગ્ય કેન્દ્ર મા ડિંડવાણાથી પશુપાલકો હેરાન થાય છે જો હરતુ ફરતું દવાખાના ની સેવા યોગ્ય રીતે થાય એવી માગણી કરવામાં આવી છે.