લીંબડી: લીંબડી હાઇવે પર ટ્રકમાંથી ગેરકાયદે એલ્યુમિનિયમની પેટીઓ ચોરી સસ્તા ભાવે વેચતા ભંગારના વેપારીઓ સહિત 4 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ
લીંબડી પોલીસ ભંગાર ના વાડામાં ગેરકાયદે ધંધો થતો હોવાની બાતમી મળતા 7 નવેમ્બર બપોરે 3 વાગ્યે પોલીસ ટીમના મિત્તલભાઇ પટેલ, ભરતસિંહ પરમાર તથા પરબતભાઇ એ દરોડો પાડ્યો હતો. જેમાં એલ્યુમિનિયમ નો ભંગાર નો જથ્થો ભરેલો ટ્રક તથા એક શટલ રિક્ષા અને ભંગાર ની એલ્યુમિનિયમ ની પેટીઓ વગેરે મળી રૂ. 79.30 લાખ નો મુદામાલ કબજે કરી આ કામ ના આરોપીઓ ગેહરીલાલ રાજુ ગુર્જર, મુબારીક નવાબખાન, રવી રોશનલાલ કુશવાહા ને ઝડપી પાડ્યા હતા અને વધુ તપાસ લીંબડી પોલીસે હાથ ધરી છે