ગોધરા: ગોધરા તાલુકાના છારિયા ગામના શોપિંગ સેન્ટર પાસેથી મોટરસાયકલની ચોરી: અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ
ગોધરા તાલુકાના છારીઆ ગામે તળાવ પાસે આવેલા શોપિંગ સેન્ટર નજીકથી એક મોટરસાયકલની ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે. ગત ૨૪ મેની રાત્રે કોઈ અજાણ્યો તસ્કર પૃથ્વીભાઈ રાયસિંગ પટેલની હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે ઈશ્વરભાઈ મોહનભાઈ સંગોડીયાએ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ચોર વિરૂદ્ધ ગુનો નોંધીને મોટરસાયકલની શોધખોળ માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.