અસારવા: રામાપીરના ટેકરા પાસે ચાલુ વીજ થાંભલો રીક્ષા પર પડ્યો
અમદાવાદ શહેરમાં તંત્રની ઘોર બેદરકારીનો વધુ એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે, રામાપીરના ટેકરા પર આવેલા રિક્ષા સ્ટેન્ડ પાસે 5 તારીખના 12.30 અચાનક ચાલુ વીજળી વાળો ભારેભરખમ સ્ટ્રીટ લાઈટનો થાંભલો એક રિક્ષા પર ખાબક્યો હતો. રસ્તા પર દોડતી જિંદગી વચ્ચે બનેલી આ ઘટનાને કારણે આસપાસના લોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષાને મોટું નુકસાન થયું છે અને રોડ પરનો ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો. સદનસીબે આ મોટી હોનારતમાં કોઈનો જીવ ગયો નથી