ગોધરા: શહેરમાં ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026’ નો પ્રારંભ: ભાજપ કાર્યકર્તાઓ માટે 24 કલાકની તાલીમ શરૂ
ગોધરાના કનેલાવ સ્થિત ઓમકાર સ્કૂલ ખાતે ભાજપ સંગઠનને મજબૂત કરવાના હેતુથી ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026’ નો ભવ્ય પ્રારંભ થયો છે. આ અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લાના પાયાના અને સક્રિય કાર્યકર્તાઓને પક્ષની રીત-નીતિ અને રાષ્ટ્રવાદી વિચારધારાથી સજ્જ કરવા માટે અલગ-અલગ મંડલ સ્તરે સતત 24 કલાકના વિશેષ પ્રશિક્ષણ વર્ગો શરૂ કરાયા છે. આ વર્ગમાં ગોધરા શહેર, ગોધરા તાલુકો અને મોરવા હડફ તાલુકાના પદાધિકારીઓ, વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર