રામજીભાઈ કાંઠેચા દ્વારા આવકાર આપતા જણાવ્યું હતું કે બાળલગ્ન એ સમાજ માટે કલંક છે તેમજ શિક્ષણ પર ભાર મૂક્યો હતો..ધર્મેન્દ્ર ભાઈ હોથી દ્વારા મહિલાઓનું સમાજમાં કેટલું યોગદાન છે એ બાબતે વાત કરી વાંઢ વિસ્તાર ની દીકરીઓને શિક્ષણનો લાભ અપાવી, શિક્ષણ થકી જ સમાજ માં બદલાવ આવશે.તેમ જણાવ્યું હતું.કાજલબેન પ્રજાપતિ સીડીપીઓ રાપર દ્વારા આંગણવાડીની સેવાઓ અને યોજનાઓ, સ્વછતા અને શિક્ષણ બાબતે વિગતે વાત કરી હતી..