તળાજા: રેલીયા ગામે બે પક્ષો વચ્ચે મારામારી
રેલીયા ગામે મારામારીનો મામલો ગરમાયો! સરપંચના પુત્ર પર માર માર્યાનો આક્ષેપ, એક વ્યક્તિ ભાવનગર રીફર તારીખ 18 ઓક્ટોબર 2026 ના રવિવારે સાંજે 7 કલાકે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રેલીયા ગામે બે પક્ષો વચ્ચે મારામારીની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં એક પક્ષે મેહુલભાઈ ઝીણાભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ દિનેશભાઈ મકવાણા અને સામુબેન ઝીણાભાઈ મકવાણાનાં નામ સામે આવ્યાં છે. જ્યારે બીજા પક્ષમાં રેલીયા ગામના સરપંચના પુત્ર અતુલભાઈ ગણેશભાઈ