રાજકોટ: ખેડૂતોના મગફળીની ટેકાના ભાવે ખરીદીના રદ થયેલ રજીસ્ટ્રેશન અંગે રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીએ નિવેદન આપ્યું
Rajkot, Rajkot | Sep 18, 2025 ખેડૂતોના મગફળીની ટેકાના ભાવે ખરીદીના રદ થયેલ રજીસ્ટ્રેશન અંગે રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીએ આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોએ આમાં બિલકુલ ગભરાવાની જરૂર નથી. આ માત્ર ખરાઈ કરવાની જ એક પ્રક્રિયા છે.જે ખેડૂતોને આવો મેસેજ આવ્યો હોય તેમણે પોતાના ફોનમાં ડિજિટલ ક્રોપ સર્વે એપ. એડ કરી પોતાના ખેતરનો સર્વે પોતે જાતે જ કરી લેવાનો છે. ખેડૂતો પાસેથી ખરાઈ કર્યા બાદ જ સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવશે.