*અપહરણ અને બળાત્કારના કેસમાં ગોગલાના આરોપીને 20 વર્ષની સજા ફટકારાઈ.* અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ગોગલા ગામના રહેવાસી સંજયભાઈ રણજિતભાઈ આંબલીયાએ એક સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું. કેરાલા જીઆઈડીસી પોલીસે કાર્યવાહી હાથ ધરી ભોગ બનનાર અને આરોપીને બગદાણા ખાતેથી ઝડપી પાડ્યા હતા. જે કેસ તાજેતરમાં ચાલી જતા વકીલની દલીલો અને નક્કર પુરાવાના આધારે ધોળકા પોસ્કો કોર્ટે સગીરાનું અપહરણ અને બળાત્કાર કરવા બદલ પોક્સો એક્ટ હેઠળ 20 વર્ષની સજા ફટકારવા.