ડીસાના ભીલડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે તા.24/12/25 ના રોજ ભીલડી પોલીસ દ્વારા ફ્રૂટ પેટ્રોલિંગ વાહન ચેકિંગની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જેમાં પોલીસ સ્ટાફના અધિકારીઓ અને જવાનો જોડાયા હતા. પેટ્રોલિંગ દરમિયાન મુખ્ય માર્ગો, હાઇવે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પસાર થતા વાહનોનું ચેકગ કરવામાં આવ્યું હતું...