ઉપલેટા: દ્વારકાધીશ સોસાયટી ખાખીજાળીયા રોડ પર યોજાયેલ ગરબીમાં દિવ્યાંગ સંસ્થાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને રાસ રમતા નજરે પડ્યા
Upleta, Rajkot | Sep 23, 2025 ઉપલેટા શહેરના દ્વારકાધીશ સોસાયટીમાં ખાખી જાળીયા રોડ પાસે યોજાયેલ શ્રી જય અંબે ગરબી મંડળમાં ઉપલેટાની દિવ્ય જ્યોત દિવ્યાંગ સંસ્થાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કુમકુમ તિલક સાથે તેમનું સ્વાગત કરાયું હતું અને બાદમાં આ બાળકો મન મૂકીને ગરબીમાં રાસ રમતા જોવા મળ્યા હતા.