પાલનપુર: ચડોતર ખાતે બનાસ કમલમ ના ઉદઘાટનને લઈ અને જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
પાલનપુરના ચડોતર ખાતે આવેલા બનાસકમલમ ની આગામી 15 માર્ચના રોજ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલના હસ્તે ઉદઘાટન થવાનું છે ત્યારે આ ઉદઘાટન પ્રસંગને લઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ચડોતર ખાતે બનાસકમલમ માં બેઠક યોજાઇ હતી જેમાં પૂર્વ સાંસદ અને ધારાસભ્ય સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જોકે આ સમગ્ર માહિતી આજે પાંચ કલાકે મળી હતી.