ગોધરા: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પાણીની અછત, લાખોનો ખર્ચ: એક મહિનામાં ₹2 લાખથી વધુ પાણી પાછળ ખર્ચાયા
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલી મેડિકલ કોલેજ માન્ય 400 બેડની ક્ષમતા ધરાવતી સિવિલ હોસ્પિટલમાં ભર ચોમાસે પાણીની અછત જોવા મળી રહી છે પાછલા એક મહિનાથી સિવિલ હોસ્પીટલમાં ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલ દ્વારા રોજિંદા 8 થી 10 ટેન્કર પાણી ખરીદી કરવામાં આવી રહ્યું છે એક મહિના દરમિયાન અંદાજિત રૂપિયા 2 લાખ ઉપરાંતી રકમ પાણી માટે ખર્ચ કરવામાં આવી છે એટલેકે પાણી માટે પાણીની જેમ નાણાં નો વેડફાટ થઈ રહ્યો છે PIU દ્વારા બો