ગોધરા: ગોધરા-વડોદરા રેલમાર્ગ પર ખરસાલીયા પાસે રેલવે વિભાગ દ્વારા મોકડ્રિલનું આયોજન: અકસ્માતની અફવા વચ્ચે લોકોએ રાહતનો શ્વાસ લીધ
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા ચકાસવા માટે ગોધરા-વડોદરા રેલમાર્ગ પર આવેલા ખરસાલીયા સ્ટેશન નજીક એક વિશેષ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયત અંતર્ગત રેલવે ટ્રેક પર ટેન્કરના અકસ્માતની કૃત્રિમ ઘટના ઊભી કરાતાં, સ્થાનિકોમાં સાચા અકસ્માતની અફવા ફેલાઈ હતી અને અફરાતફરી મચી ગઈ હતી. જોકે, રેલવે વિભાગે તાત્કાલિક આ માત્ર એક મોકડ્રિલ હોવાની જાહેરાત કરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રેલ ચિકિત્સા યાન અને બચાવ સાધનો સા