લીંબડી: સરકારની મોટી જાહેરાતો છતાં રાષ્ટ્રીયકૃત બેંકોમા તેજ દિવસે ચેક જમા ન થતા હોય દિવાળીના તહેવારોમા લોકો થઇ રહ્યા છે પરેશાન
લીંબડી ના સામાજિક આગેવાન અનિરુદ્ધસિંહ સોલંકી એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હજુ થોડા દિવસ પહેલાં જ સરકારે ખાતેદારો ને બેંકીંગ વહિવટ વધુ સરળ બને એ હેતુથી જે તે દિવસે જ ચેક ક્લિયરિંગ થઇ જશે એવી જાહેરાત કરી હતી. લીંબડી ના યુવાન અનિરુદ્ધસિંહ સોલંકી એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેમણે નાખેલો ચેક દસ દિવસે જમા થયો અને દિવાળી નો તહેવાર હોય અનેક લોકો ના ચેક હજુ સુધી ક્લીયર નથી થતા તહેવારો દરમિયાન લોકો પરેશાન થઈ રહ્યા છે.